કૈલાસ પંડિત ~ જાગી ઊઠે છે

🥀🥀

જાગી ઊઠે છે રાતના મોડેથી પીર જેમ,
મારામાં કોણ હોય છે બીજું શરીર જેમ ?

સાંજે મળીને થાઉં છું હું યે ભર્યો ભર્યો,
તું યે હસે છે ફૂલમાં વહેતા સમીર જેમ.

આવીશ ત્યારે સાંજના ઢગલો થઈ જઈશ,
નીકળું છું ઘરની બહાર હું છૂટેલા તીર જેમ.

ભાગી રહેલા લોકને ફુરસદ નથી જુએ,
સૂરજ સવારે શહેરમાં ફરશે ફકીર જેમ.

ગ્રંથો ભરાય એટલાં સ્વપ્નાં ઘડ્યાં અમે,
ખાલી હતા આ હાથ પણ જીવ્યા અમીર જેમ

~ કૈલાસ પંડિત

(23.12.1941 – 8.11.1994)

4 thoughts on “કૈલાસ પંડિત ~ જાગી ઊઠે છે”

  1. હેતલ રાવ

    👌👌👌👌
    બંને ગઝલો ચોટદાર અને અસરદાર
    કવિને સલામ

  2. Kirtichandra Shah

    સુંદર રચનાઓ…..ફરીથી કહું સુંદર રચનાઓ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *