લતા હિરાણી ~ નીરવ રાતે સાંભળતી હું

‘ગુજરાત દીપોત્સવી’ (2024) માં પ્રકાશિત

*તારો એ પદચાપ* 

નીરવ રાતે સાંભળતી હું તારો એ પદચાપ
વણગાયાં ગીતોનો ઉઠતો હૈયામાં આલાપ
તારો એ પદચાપ…

ઝીણો ઝીણો દીવો બળતો, અજવાળાંનાં મોતી
ઝરમર ઝરમર ચહેરો તારો, વાદળમાં હું જોતી
ઝલમલતા અંધારા વચ્ચે, ઊગતો આપોઆપ
તારો એ પદચાપ…

નાવ થઈને તરતી રહું હું, અવકાશોના જળમાં
ભળવું હળવે હળવે, ગાતી લહેરો ને ખળખળમાં
ખીલતા ને ખુલતા શ્વાસોમાં રણઝણ થાતા જાપ
તારો એ પદચાપ…

છતમાંથી નીતરતા ચાંદરણાં ઓઢીને આવ
કૂંચી કારણની ફેંકીને, રોમ ફરકતા લાવ
પારિજાત પાલવમાં દેશે હળવે હાથે થાપ
તારો એ પદચાપ…

~ લતા હિરાણી

નીચે મારી વાર્તા વાંચી શકો છો. આભાર

19 Responses

  1. ખૂબ જ સરસ ગીત, પદચાપ સાંભળી શકો એ અનહદના અનુભવની વાત છે.

  2. તારો એ પદચાપ! વાહ વાહ, નવલ નજરાણું પદચાપને 👌

  3. Anonymous says:

    નાવ થઈને તરતી રહું હું, અવકાશોના જળમાં…
    સંપૂર્ણ સુંદર રચના.
    સરયૂ

  4. Minal Oza says:

    અનુભૂતિની અભિવ્યક્તિ સરસ થઈ છે.

  5. Laxmi Dobariya says:

    ખૂબ સરસ ગીત

  6. Suresh Chandra Raval says:

    ખૂબ સુંદર ગીત કાવ્ય…. દરેક બંધ ચૂસ્ત અને અદભુત… અભિનંદન…

  7. Barot Kishor says:

    બહુજ સુંદર ગીત

  8. Purnima says:

    ખૂબ સુંદર અભિવ્યક્તિ

  9. Udayan Thakker says:

    બહોત પહલે સે હમ કદમોં કી આહટ જાન લેતે હૈં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: