એષા દાદાવાળા ~કોઈ માના પેટમાં  

🥀 🥀

કોઈ માના પેટમાં
બચ્ચું સળવળે
એમ જ
ડાળી પર પાંદડાઓ
હળવેકથી હાલે

ત્યારે
ઝાડને શું થતું હશે
?!!! 

~ એષા દાદાવાલા

થોડા શબ્દોમાં એક તીવ્ર સંવેદના ઊભી કરવી અને લાંબી અસર છોડી જવી એ સારા અછાંદસનું લક્ષણ છે. વૃક્ષ અબોલ છે પણ જડ નહીં અને અહીં વૃક્ષની સંવેદનાનું કેવું સરસ શબ્દચિત્ર રજુ થયું છે!

3 thoughts on “એષા દાદાવાળા ~કોઈ માના પેટમાં  ”

  1. સુરેશ ચંદ્ર રાવલ

    વાહ… કવિ કલમ દ્ધારા શું કમાલ કરી શકે છે તે આ ટૂંકી પણ માર્મિક કવિતા સમજાવી જાય છે.. ખૂબ ગમી… અભિનંદન….!

  2. સુરેશ ચંદ્ર રાવલ

    વાહ… કવિ કલમ દ્ધારા શું કમાલ કરી શકે છે તે આ ટૂંકી પણ માર્મિક કવિતા સમજાવી જાય છે.. ખૂબ ગમી… અભિનંદન….! ગીત કાવ્ય પણ ગમ્યું….

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *