લતા હિરાણી ~ મા લીલા તે ઝાડવેથી    

🥀 🥀

મા છાંયડીનો ગરબો

મા લીલા તે ઝાડવેથી ઊતર્યા મા છાંયડી
અને પાંદડીએ પૂરીયાં પ્રાણ રે મા છાંયડી

મા વેશ ધર્યો તે ભૂખરો મા છાંયડી
તારે ઉતારે ઓળઘોળ થાય રે મા છાંયડી

માની સેજે તે માટીયું શોભતી મા છાંયડી
માને છતર ફૂલડાં સોહાય રે મા છાંયડી

માની પાંખે તે પંખીડા ચણન્તા મા છાંયડી
બાળ એનઘેન રમતાં જાય રે મા છાંયડી

મા રમતાં કવિગણ ખોળલે મા છાંયડી
ને કવિતાયું પરગટ થાય રે મા છાંયડી

મા આવ્યાં મલપતાં ખેલતાં મા છાંયડી
અને પ્રેમીજન ઘેલાં થાય રે મા છાંયડી

~ લતા હિરાણી   

નીચેની લિન્ક પર મારી વાર્તા વાંચી શકો છો. આભાર

20 thoughts on “લતા હિરાણી ~ મા લીલા તે ઝાડવેથી    ”

  1. રેખા ભટ્ટ

    છાંયડીમા no ગરબો જોરદાર. તમને જ સૂઝે આવું!અદ્ભૂત

  2. ઝાડ ની છાંયડી ની કલ્પના તરોતાજા લાગી છે.

  3. Kirtichandra Shah

    મારા પૂરોગામીઓએ જે લખ્યું તે એકેદમ ઓકે છેજ ધન્યવાદ

  4. ગીતા વેદ

    કેવો સરસ વૃક્ષ પ્રેમ દર્શાવતો ગરબો.

  5. છાંયડો કે છાંયો તો જાણીતો શબ્દ છે પણ છાંયડીને ગરબામાં ગુંથીને કમાલ કરી બેના, ખૂબ સરસ ગરબો 👌👌👏👏❤️

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *