
🥀 🥀
*રસ્તા બે જ છે*
તાર કાં તો માર રસ્તા બે જ છે
જીત કાં તો હાર રસ્તા બે જ છે.
શહેર સપનાં છીનવે એ પૂર્વે તું
ભાગ બારોબાર રસ્તા બે જ છે.
જીવવું જો હોય તો એ જોઇશે
કલમ કાં તલવાર રસ્તા બે જ છે.
આમ ઊભો ના રહે રણક્ષેત્રમાં
મર નહીંતર માર રસ્તા બે જ છે.
આગ-પાણી બેઉ છે ‘ઇશુ’ હાથમાં
બાળ કાં તો ઠાર રસ્તા બે જ છે.
~ ઈશિતા દવે
ઇસ પાર કે ઉસ પાર – માં નાયિકાનો વિશ્વાસ છે. અધવચ્ચે રહેવું એને પસંદ નથી. સફળ માનવીઓની કદાચ આ જ થીયરી છે!
🥀 🥀

બને રચનાઓ મજાની છે
સરસ રચનાઓ…
Your Editorial note , સફળ માણસો ની કદાચ આજ theory છે Beside this valid observstion, I think people are uneasy in grey area They are comfortable in Bkack and White
આ કે તે કરવામાં રસ્તા બે જ હોય તો, પસંદગી ઉપર જીવનનો આધાર.
કયો રસ્તો પસંદ કરવો એ દરેક વ્યક્તિ પર આધાર હોય છે. છતાં કવયિત્રી પોતાની વાત પણ કહેતાં જાય છે એ મજાની વાત છે.
બંને રચનાઓ સરસ છે.