લતા હિરાણી ~ હે રખડતા ડુચ્ચાજી

🥀 🥀

*હે રખડતા ડુચ્ચાજી*

(અસ્તવ્યસ્ત ઘર ભાળીને આવું થાય ?)

હે રખડતા ડુચ્ચાજી

અત્ર તત્ર સર્વત્ર ફરકતી, બળી તમારી ધજા
વશમાં રો’ ને, દો કાં ઘરને, ગયા જનમની સજા !
અણહકનું ભોગવતાં આડેધડ તમે ઓ ટુચ્ચા જી
રખડો કાં હે ડુચ્ચાજી !

ઘર મળ્યું આ એક તમોને ! કોણે આપી રજા ?
સુખાસનમાં પગ લંબાવી, તમે કરો છો મજા
આની કોર ઓછું પડ્યું તો ઓલી કોરના બુચ્ચાજી
રખડો કાં હે ડુચ્ચાજી !

શેઠ, તમારા ધંધાધાપા, ઘર ઘરમાં ના ઘાલો
જરા અમારી આંખોને પણ સુખના છાંટા આલો
નફા અને
*ખાધો છે સરખા, જાણું તમને લુચ્ચાજી
રખડો કાં હે ડુચ્ચાજી !

(*ખાધો – નુકસાનો)

~ લતા હિરાણી 

મારી વાર્તા વાંચી શકો છો. આભાર

22 thoughts on “લતા હિરાણી ~ હે રખડતા ડુચ્ચાજી”

  1. રજનીકુમાર પંડ્યા

    બહુ મૌલિક વિચાર અને અનોખી રચના.અભિનંદન.

  2. મનોજ જોશી

    બહુ મસ્ત રચના 👍
    ઘરે ઘરે અહીં મળશે તમને આવા કૈંક ડૂચ્ચાજી 😊

  3. શ્રેયાંસ શાહ

    ગજબની વાતોડીયણ છે આ ગૃહિણી
    ડુચ્ચા સાથે પણ ગોઠડી કરી લે છે

  4. કિશોર બારોટ

    વિષયનું નાવિન્ય અને નિરૂપણ, બંને ગમ્યાં

  5. સુરેશચંદ્ર રાવલ

    તળપદી ભાષા વૈભવનો લય… વાહ લતાબેન.. ખૂબ સરસ કાવ્યગીત…

  6. રસીલા કડિયા

    વિષયની ને અભિવ્યક્તિની નવીનતા! કહેવું પડે!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *