કવિતા મૌર્ય ~ પળેપળ છેતરાવાના

🥀 🥀

*લખું છું*

પળેપળ છેતરાવાના જ આઘાતે લખું છું
કલમ ત્યાગી હવે હું ટેરવાં વાટે લખું છું.

નથી સંભવ કદી પણ લાગણી શબ્દોમાં કહેવી,
છતાં કંઈ ભાર હળવો થાય એ માટે લખું છું.

અમારે કાજ સઘળી વેદના આશા બરાબર,
કહેશો નહિ કદી પણ ભાગ્યના ઘાતે લખું છું.

ધરા પર હું લખું છું, હું લખું છું આ ગગન પર,
લખું છું હા, પ્રથમ વરસાદના છાંટે લખું છું.

અમારી જિંદગીમાં પણ ફૂલો ખીલી શકે છે,
ધબકતી ઝંખના હર પાંદડે, કાંટે લખું છું.

~ કવિતા મૌર્ય

લખવાના દેખીતા કારણો હજાર હોય પણ અંદરનું કારણ એક જ પીડા…. અને પીડા…. સુખ પણ જ્યારે ટીસ જગાવે ત્યારે કવિતા ઊગે. તો સ્ત્રીઓ માટે આ સનાતન સત્ય ‘છતાં કંઈ ભાર હળવો થાય એ માટે લખું છું’

*****

5 thoughts on “કવિતા મૌર્ય ~ પળેપળ છેતરાવાના”

  1. “જોવું છે આખું જગત પળવારમાં
    આંખ તારી ખોલ મારી આંખમાં.” એક અલગ રીતથી લખાયેલ ભાવ.
    સરસ રચનાઓ.
    સરયૂ પરીખ.

  2. Vijay Chaladari

    જોવું છે આખું જગત પળવારમાં
    આંખ તારી ખોલ મારી આંખમાં

    વાહ… મોજ પડી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *