🥀 🥀
*હરખપદુડા છોકરાનું ગીત*
એક નામ જ્યાં ગજવામાં ઘાલ્યું,
પહેરણનું પંખી તો હેન્ગરથી છટકીને આકાશે ઉડવાને ચાલ્યું !
આખી સોસાયટી અચરજથી પૂછે કે તાજો બગીચો ક્યાંથી લાવ્યા ?
છોકરો મલક્યો કે ડામરને રોડ નહીં કાચા મારગમાંથી આવ્યા !
ઓડી-ઇનોવાના મોહ બધા મૂકી દઇ માફાળા ગાડાને ઝાલ્યું !
જીન્સના જંગલમાં ઘાઘરીની ઉઠ-બેસ એવી તો મીઠડી લાગે,
પેપ્સી ને લીમ્કાના સ્વાદ સૌ ભૂલીને દૂધની થેલીઓ માગે !
તંબોળી પાનનું આખુંયે ઝાડ એક બારીની પછવાડે ફાલ્યું !
~ પરબતકુમાર નાયી
એક દમદાર કલમનું અનોખું ગીત.
જિન્સના જંગલમાં ઘાઘરીની ઊઠબેસ આંખને નરવી કરે એમાં કોઈ શંકા નહીં તો ઓડી-ઇનોવાની સાથે માફાળા ગાડાની સરખામણી કવિતામાં કેવી રંગત જમાવે છે….
****

Jordar sir ji
મસ્ત રચનાઓ મજા આવી
મજ્જાનાં ગીત!🎉🌹🎊🥳
આભાર
વાહ! કયા બાત હૈ… ખૂબ સુંદર રચનાઓ
આભાર
વાહ, સરસ ગીતો.
આભાર
ખૂબ ખૂબ ખૂબ આભાર આદરણીય લતાબેન
આનંદ આનંદ પરબતભાઇ
આભાર સૌ સ્નેહીઓ