અનિલ જોશી ~ ખૂણામાં ખાલી

ખૂણામાં ખાલી અરમાનો બળે છે
અમસ્તા જ આ લોકો ટોળે વળે છે

એમ તો ઘા પર રુઝ આવી ગઇ છે
એકાદ જખમ જીવનભર કળે છે

મેરુ ચળ્યાની વાત સાચી જ લાગે છે
એમનેમ કંઈ નિર્ધારો થોડા ચળે છે

મારે કદીય એકલા ક્યાં રહેવું પડે છે
આ પડછાયા આવી રોજ મને મળે છે.

એમણે મીઠાશ કદી છોડી જ કયાં છે
ભલે અંતે તો ખારા સાગર માં ભળે છે

~ અનિલ જોશી

6 thoughts on “અનિલ જોશી ~ ખૂણામાં ખાલી”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    અનિલભાઈ જોશીની કાવ્યયાત્રા નવા શિખર પર આરોહણ કરી રહી છે.

  2. અતુલ કાલાવડીયા. વિસાવદર

    અનિલભાઈ જોશી ખરેખર કાવ્યનું કલ્પવૃક્ષ છે…

  3. અનિલ જોશી અવારનવાર પોખાયેલા કવિ છે. બંને રચનાઓ એની સાહેદી પૂરે છે.ધન્યવાદ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *