દુર્ગેશ શુક્લ ~ ધ્રૂજતાં પાંદડા

🥀 🥀

*ઝાકળનાં જળ*

ધ્રૂજતાં પાંદડાં ને દડતાં ઝાકળનાં જળ!
પળનાં પારેવડાંને ઊડવાની ચળ!

પકડ્યાં પકડાય નહીં પળ પળનાં છળ,
ખળભળી ઊઠે ઊંડા અંતરનાં તળ!

તટની વેળુમાં પડ્યા ભાતીગળ સળ,
વાયરો વહે ને થાય સઘળું સમથળ
,

તોયે હજી વળે નહીં કેમે કરી કળ!
ધ્રૂજતાં પાંદડાં ને દડતાં ઝાકળનાં જળ.

~ દુર્ગેશ શુક્લ (9.9.1911- 13.1.2006)

જુઓ કવિ પરિચય

2 thoughts on “દુર્ગેશ શુક્લ ~ ધ્રૂજતાં પાંદડા”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *