નરસિંહરાવ દિવેટિયા ~ મંગળ મંદિર

🥀🥀

*મંગલ મંદિર*

મંગલ મંદિર ખોલો
દયામય ! મંગલ મંદિર ખોલો !

જીવન વન અતિ વેગે વટાવ્યું
દ્વાર ઉભો શિશુ ભોળો;
તિમિર ગયં ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લો, લો,
દયામય ! મંગલ મંદિર ખોલો !

નામ મધુર તવ રટ્યો નિરંતર
શિશુ સહ પ્રેમે બોલો;
દિવ્ય તૃષાતુર આવ્યો આ બાલક,
પ્રેમ અમીરસ ઢોળો,
દયામય ! મંગલ મંદિર ખોલો !

~ નરસિંહરાવ દિવેટીયા (3.9.1859 – 14.1.1937)

*****

3 thoughts on “નરસિંહરાવ દિવેટિયા ~ મંગળ મંદિર”

  1. બંને કાવ્યો રસર સૌને હૈયે વસેલાં છે. કવિને નમન.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *