તુરાબ ‘હમદમ’ ~ આમ બસ

🥀🥀

*કાગળ ઉપર*

આમ બસ લીટા કરું કાગળ ઉપર,
તે છતાં પણ વિસ્તરું કાગળ ઉપર.

આ હલેસું એટલે મારી કલમ,
શબ્દનો દરિયો તરું કાગળ ઉપર.

બોલની કિંમત નથી આજે કોઈ,
વંચાય છે ખોટું ખરું કાગળ ઉપર.

ઉડ્ડયન આકાશમાં કરતો ભલે,
છેવટે આવી ઠરું કાગળ ઉપર.

આમ પૂરી થઈ ગઈ ‘હમદમ’ ગઝલ,
રહી ગઈ મુજ આબરૂ કાગળ ઉપર.

~ તુરાબ ‘હમદમ’

સર્જકને કાગળ વગર ઠરવું ક્યાં ? બળવું ક્યાં ? શરણું ક્યાં ?

હવે લેપટોપ પર લખનારા માટે ય સ્ક્રીન એ કાગળનો જ અવતાર બની ગયો છે.

બાપાની બીડી

4 thoughts on “તુરાબ ‘હમદમ’ ~ આમ બસ”

  1. લલિત ત્રિવેદી

    છેવટે આવી ઠરું કાગળ ઉપર… કયા બાત, કવિ. વાહ.આદરણીય શ્રી તુરાબ સાહેબ ઓછું લખે છે, પણ આછું તો નહી જ.અભિનંદન.

  2. બંને ગઝલો ખૂબ સરસ, કાગળ-કલમ ઉપર સરસ‌ શેર કહ્યા છે. આપની વાત સાચી લાગી, ‘ચપટી’ શબ્દ ખટકે છે.

  3. દાન વાઘેલા

    ‘આઝાદ તમન્ના’ સામયિક અને હવે ‘તુરાબ હમદમ’ નામ સ્થાને ‘તુરાબ આઝાદ’થી સર્જનરત અને પ્રકાશનક્ષેત્રે ઝઝુમતા માન. તંત્રી ‘તુરાબ’ભાઇ આગવું અને આંતરમુખી વ્યક્તિતવ ધરાવે છે. સામાજિક અને સાહિત્યિક નિસબત સાથેનો ‘પીનપોઈંટ’ મુદ્દો પણ ક્યારેક એમની ગઝલ કે મુક્તક રચનામાં શેરિયત સાથે ‘વીજળીના ચમકારે’ જેમ આવી જતો હોય છે.
    ‘અજંપો’ રચનાની પ્રથમ પંક્તિ- “નથી ચપટી જેવો નગરનો અજંપો”…. એમ ધારીને મેં માણી છે. મજા મજા.
    ::દા. વા:::

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *