મહેન્દ્ર સમીર ~ ચોતરફ ઈમાનની  

*જોયા કરી*

ચોતરફ ઈમાનની સોદાગરી જોયા કરી;
દર્દહીણી જિંદગીની દિલ્લગી જોયા કરી.

એક મૂંગી વેદનાનો આશરો લઈ હે ખુદા!
તરબતર આંખોથી તારી બંદગી જોયા કરી.

આંખમાં મૃગજળનો દરિયો, હોઠ પર પ્યાસી તરસ,
આયનામાં એમ કૈં દીવાનગી જોયા કરી.

એક ભીની પળ લઈ ચાલ્યો ગયો જ્યારે અતીત,
મેં સમય કેરી ક્ષિતિજ પર જિંદગી જોયા કરી.

એમનામાં કૈંક તો છે આસ્થા જેવું ‘સમીર’,
શેખજીએ બેખુદીમાં બંદગી જોયા કરી.

~ મહેન્દ્ર સમીર (14.8.1931)

મૂળ નામ મહેન્દ્ર જીવણલાલ જોશી

કાવ્યસંગ્રહ : ફૂલ અને ફોરમ

3 thoughts on “મહેન્દ્ર સમીર ~ ચોતરફ ઈમાનની  ”

  1. બંને રચનાકારની રચનાઓ એમના સ્થાને બરાબર છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *