જિજ્ઞા મહેતા ~ વાદળી વરસી પડી

🥀🥀

*વરસાદમાં*

વાદળી વરસી પડી વરસાદમાં,
લાગણી થઈને વહી વરસાદમાં.

ઝાપટું તો ક્યારનું પૂરું થયું,
બે જણા પલળે હજી વરસાદમાં.

કેટલાં જન્મો થયાં ભટક્યા કરે,
યાદની તૃપ્તિ થઈ વરસાદમાં,

સાવ પલકારા વિના જોયા કરે,
આ નજર પલળી નથી વરસાદમાં!

સાવ કોરુંકટ થઈ ગ્યું આ જગત,
ના કશી યાદો રહી વરસાદમાં.

આપણાં તન-મન પ્રફુલ્લિત થઈ ગયાં,
કેટલી છે તાજગી વરસાદમાં.

~ જિજ્ઞા મહેતા

કવિઓની કે પ્રેમીઓની પ્રિય મોસમ વરસાદ. ‘વરસાદમાં’ રદ્દીફ લઈને કેટકેટલી ગઝલ મળી આવે ! તો આ વિષયને લઈને અઢળક ગીતો કે અછાંદસ પણ !  
વરસાદમાં પલળવાની નવી નવી અનુભૂતિઓ અને છતાંય એ જ પુરાણી ભાવના. વાદળી લાગણી થઈને વહે કે યાદને વરસાદમાં તૃપ્તિ થાય એ શબ્દોમાં લાગણીનો ચમકાર. આ ચમકારો જરા વધુ તેજસ્વી બને છે જ્યારે કવિ કહે કે પ્રતીક્ષા કરતી નજર ક્યાંથી પલળે જ્યાં સુધી એને એનો પ્રિય નજર ન આવે !   

10 thoughts on “જિજ્ઞા મહેતા ~ વાદળી વરસી પડી”

  1. વરસાદી કાવ્યની અભિવ્યક્તિ સરસ છે. અભિનંદન

  2. ઉમેશ જોષી

    કવિતા અને આસ્વાદ ખૂબ ખૂબ સરસ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *