🥀🥀
*બે શેર*
એવી આ બધી માયાને સમજી લઈએ
પહેલાં પ્રથમ આ દુનિયાને સમજી લઈએ
ઈશ્વર એ પછી સહેજમાં સમજાઈ જશે
એકવાર અમો પોતાને સમજી લઈએ
~ ઓજસ પાલનપુરી
**
પ્રભુના સર્વ સર્જનની પ્રતિષ્ઠા જાળવું છું હું,
મરણની લાજ લૂંટીને નથી થાવું અમર મારે
~ ઓજસ પાલનપુરી (25.7.1927 – 4.10.1968)
મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ !
~ ઓજસ પાલનપુરી
કવિ ઓજસ પાલનપુરીની આ ગઝલ કાવ્યવિશ્વ પર મુકાઈ ગઈ છે. આ સિવાય ઉપરના બે શેર મળે છે. આ ઉપરાંત કોઈ રચના કોઈ પાસે હોય તો શેર કરવા વિનંતી. આપ નીચે કોમેન્ટમાં મૂકી શકો છો. અથવા મને. આભાર. – લતા હિરાણી

ખૂબ સરસ સરસ શેર છે.