લતા હિરાણી ~ અંદરના ઓરડે ઊઘડે અજવાસ

🍀

પ્રકાશિત @ કવિતા @ 6-2023

*ઝળહળનો દેશ*

અંદરના ઓરડે ઊઘડે અજવાસ
અને અંધારા દૂરના દરિયે

આરપાર વહેતી આ આવન ને જાવન લઈ
અઢળકના કાંઠે અવતરિયે
….

નરવી આ ધરતી ને નરવું આકાશ,
હવે નરવા તે ગાન ગણગણિયે

કલરવના ઘૂંટ પી, પાંખોના દેશમાં,
થઈને આકાશ ફરફરિયે
….

એકાંતો ઉજવતા જળની સંગાથે
લે બેસી જા ટીપાંને તળિયે

મનભાવન ભીનાશો પહેરેલી પળને રે
છાતીમાં સંતાડી દઈએ
..

દિશ-દિશના પગરવો પડઘાતા પંડમાં
હરદમ હોંકારામાં ભળિયે
પ્રગટે છે પ્રાણ અને ઊઘડે આનંદ રે
સૂરમાં સહજના સરિએ

આવ ઝળહળના દેશમાં મળિયે…

~ લતા હિરાણી

મારી વાર્તા આપ નીચેની લિન્ક પર વાંચી શકો છો. આભાર.

18 thoughts on “લતા હિરાણી ~ અંદરના ઓરડે ઊઘડે અજવાસ”

  1. લલિત ત્રિવેદી

    ઝળહળ ના દેશમાં… વાહ વાહ

  2. માંહ્યલો અંદર મ્હાલે છે એની વિવિધ રીતે થયેલી અભિવ્યક્તિ ગમી છે.

  3. ગુજરાતી ગીત કહો કે આજનું ગીત કેવું હોય એવું કોઈ પૂછે તો બેધડક કહી શકાય કે લતાબેનનું” ઝળહળના દેશમાં” ગીત વાંચી જાઓ અને આપના પ્રશ્નનો જવાબ મળી રહેશે.ખૂબ જ સુંદર ગીત ! હાર્દિક અભિનંદન ડિયર લતાબેન !

    પ્રફુલ્લ પંડ્યા

  4. હરીશ દાસાણી.મુંબઈ

    અગમ્ય ભાવોનું સુરમ્ય ગીત આપણને આત્મજ્યોતિ તરફ સંકેત કરતું સહજ લયમાં વહે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *