રમેશ પારેખ ~ ક્યાં હવે

*શોધશે અજવાસને*

ક્યાં હવે ભમતી દિશાઓ શોધશે અજવાસને
સાંજની ઝાંખી હવાઓ પી ગઇ અવકાશને

શૂન્યતાએ ઓલવી નાખ્યા અવાજોના
સૂઇ રહ્યાં છે ઘાસના મેદાન ઓઢી ઘાસને

ખાલી ઘરમાં દ્વાર ખોલીને પ્રવેશે અંધકાર
ને જતાં નીરખી રહું ઠરતા દીવાના શ્વાસને

છે વિચારોમાં એ ઝરણું પણ ભીંજાવે સાંજને
પાણીની સાથે નથી સંબંધ કંઇ ભીનાશને

~ રમેશ પારેખ

5 thoughts on “રમેશ પારેખ ~ ક્યાં હવે”

  1. જુદા જુદા અંદાજમાં રચાયેલી ગઝલો સરસ છે.

  2. ઉમેશ જોષી

    ર.પા.ની બન્ને ગઝલ સંવેદનશીલ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *