પ્રભાતનાં પંખી ~ લતા હિરાણી * Lata Hirani

*પ્રભાતનાં પંખી*

આછાં અજવાળામાં, લયના હિંડોળામાં
ડાળખીએ નમણાશો ઢોળી
આવી પંખીના ટહુકાની ટોળી...

બુલબુલ તો ગાયે ને કલગી છવાયે
રહે કેસરિયા ચાંદલાઓ કોળી
ઝીણાં સૂર બોલે, સુગંધો સંકોરે
ફફડાવે પાંખો એ ભોળી….

નાચે, કૂદે ને વળી ઉછળે ઊડે
દે હળવાશો ઢગલામાં ઢોળી
સેલ્લારો લેતાં એ ઊડતાં ફરે
ને દૃશ્યોને પી જાય ઘોળી….

કલકલતાં ઝરણાં ને નદીયું વહાવે
એ ચીતરી દે સુખની રંગોળી
હોવાનું ખોઈ બસ વહેવાનું થાય
જો જાતને અચરજમાં બોળી….

~ લતા હિરાણી (25-9-2017)

પ્રકાશિત @ ‘સ્વરસેતુ’ @ દીપોત્સવી ઓક્ટોબર 2017    

18 Responses

  1. દિલીપ જોશી says:

    પ્રભાતનું સુંદર શબ્દચિત્ર પંખીઓ,ટહુકાઓ, નદી,ઝરણાં,વૃક્ષો,વગેરે પ્રતીકો સાથે પ્રાગડમાં ઊઘડતા કંકુવર્ણા છાંટણાઓથી સુચારુ રીતે અભિવ્યક્ત થાય છે.સરળ લય પણ મનભાવન છે.વાહ લતાબેન.

  2. વાહ લતાબેન પ્રભાત નુ દ્રશ્ય આંખ સામે તાદ્રશ્ય થઈ ગયુ અમારા ગ્રામ્ય અને ગિર વિસ્તાર ના નાનપણ ના દ્રશ્યો યાદ આવી ગયા

  3. વાહ, આપનું આ અછાંદસ કાવ્ય સરસ રીતે સવાર, અને પ્રકૃતિ ને વણી લીધી છે.

  4. ઉમેશ જોષી says:

    વાહ ખૂબ જ સરસ અછાંદસ રચના.

  5. Kavyavishva says:

    આભાર ઉમેશભાઈ

  6. હરીશ દાસાણી.મુંબઈ says:

    પંખીના ટહૂકાની ટોળીમાં ભળી જઈ ભાઈબંધી કરવાનું મન થાય. નિસર્ગ સાથે દોસ્તી કરતું રળિયામણું ગીત.

  7. Saryu Parikh says:

    “કલકલતાં ઝરણાં ને નદીયું વહાવે
    એ ચીતરી દે સુખની રંગોળી” આનંદમય વાતાવરણનું સંપૂર્ણ રેખાચિત્ર.
    સરયૂ પરીખ.

  8. Kavyavishva says:

    Thank you Saryuben

  9. Minal Oza says:

    ઉપર સૌના અભિપ્રાય સાથે હું સહમત છું. ઉઘડતી સવારનું ઝાકળભીનું ગીત શબ્દો ને લયના સથવારે તાલ મજાનો તાલ મેળવે છે. અભિનંદન.

  10. શ્વેતા તલાટી says:

    ખૂબ સરસ ગીત

  1. 10/07/2024

    […] રાકેશ હાંસલિયા ~ ચાર ગઝલ * Rakesh Hansaliya હરીન્દ્ર દવે ~ બે ગઝલ * Harindra Dave પ્રભાતનાં પંખી ~ લતા હિરાણી * Lata Hirani […]

  2. 12/07/2024

    […] નીતિન મહેતા~ ક્યારેક આપણાં * Nitin Maheta યશવંત વાઘેલા ~ છંદમાં નહીં કવિતા * Yashvant Vaghela પ્રભાતનાં પંખી ~ લતા હિરાણી * Lata Hirani […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: