હરીન્દ્ર દવે ~ આજ તો * Harindra Dave

ફરિયાદ નથી

આજ તો તમારી યાદ નથી કોઈની ફરિયાદ નથી
એ રાત નથી, એ ચાંદ નથી, એ આપસનો વિખવાદ નથી

ભુલાઇ ગઇ છે એ દુનિયા, ના સ્વપ્ન મહીં આવે સ્મરણો
એ રૂપને દેખી જાગેલો ઉરસાગરમાં ઉન્માદ નથી

કોઇની કહાની સાંભળતા કોઇના નયન ચાલ્યાં નીતરી
ને કોઇને બે પળ બાદ પૂછ્યું: કીધું કે ‘કહાની યાદ નથી’

દુનિયાની સહે ઝૂઝે તેને હું એ જ કહું છું આખરમાં
કે પાંખ પછાડી પિંજરમાં પંખી થાતું આઝાદ નથી

ભાવિની મુલાયમ ઘડીઓ પર મારી ન કદી મંડાય નજર
એને શી તમા એ મૃગજળની જેને મંજિલનો નાદ નથી ?

~ હરીન્દ્ર દવે

2 Responses

  1. ખુબ સરસ રચના

  2. સુરેશ 'ચંદ્ર'રાવલ says:

    શ્રી હરિન્દ્ર દવેની રચનાઓ ચિરંજીવી છે… મર્મસ્પર્શી છે, એક સુંદર કવિતા લતાબેને મુકી છે તે માટે તેમનો આભાર..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: