મંગળ રાઠોડ ~ રાતોરાત દાઢી ઉગાડીને * Mangal Rathod

દંભીઓને

રાતોરાત
દાઢી ઉગાડીને ફરતા
intellectua
l મિત્રો
થોભો.
વગર વિચાર્યે હવે
એક ડગલુંય આગળ ન માંડતા.
થોભો.

મૂંડાવી નાખશો તો ભૂંડા લાગશો
અને
….. રહેવા દેશો તો
મારી નજરમાં તો,
ઘાસ છે !        
હા
ઘાસ છે ઘાસ, પેલું ઘાસ!

~ મંગળ રાઠોડ (14.3.1938)

સુરતના વતની. કાવ્યસંગ્રહ ‘કાષ્ઠશિલ્પ’

કવિના જન્મદિને વંદના.  

4 Responses

  1. ઉમેશ જોષી says:

    જન્મ દિવસની સુકામનાઓ..

  2. સરસ અભિવ્યક્તિ

  3. Minal Oza says:

    ભારોભાર વ્યંગ કરતી રચના. અભિનંદન.

  4. સરસ કાવ્ય ખુબ ગમ્યુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: