અમરોત્સવ * શાયર અમર પાલનપુરીને ‘વલી ગુજરાતી એવોર્ડ’ * Amar Palanpuri

તા. 11 ફેબ્રુઆરી 2024ના રોજ ગઈ પેઢીના દમદાર શાયર ‘અમર’ પાલનપુરીને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ‘વલી’ ગુજરાતી ગઝલ એવોર્ડ અને રૂ. એક લાખની પુરસ્કાર રાશિ અર્પણ થઈ. ગુજરાત સરકારના યુવા અને સાંસ્કૃટીક પ્રવૃત્તિઓના રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે આ એવોર્ડ અર્પણ થયો. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહા અને મહામાત્ર શ્રી જયેન્દ્રસિંહ જાદવની ઉપસ્થિતિમાં આ સન્માન સમારોહ સંપન્ન થયો. એવોર્ડ તથા રૂ. એક લાખની ધનરાશિ શાયર અમર પાલનપુરીએ પોતાના ગુરુ શૂન્ય પાલનપુરીને અર્પણ કર્યા.

આ સમારોહ નિમિત્તે ‘સાથે રહો’ નામે પુસ્તક પ્રકાશિત થયું. જેમાં નામાંકિત લોકોએ શાયર અમર પાલનપુરી માટે શબ્દપુષ્પો વરસાવ્યા છે.

અગાઉ વર્ષ 2004માં UNO તરફથી કવિને ‘મીરઝા ગાલિબ ઇન્ટરનેશનલ એવોર્ડ’ પણ મળી ચૂક્યો છે.

ત્રણ પુસ્તકો સાથે અને આ ‘વલી ગુજરાતી એવોર્ડ’ સાથે કવિના એવોર્ડની સંખ્યા કુલ બાર થાય છે.

કવિને શતાયુ જીવનની અને એમની કલમને ‘અમર’ તેજસ્વિતાની શુભકામનાઓ.

નોંધ : સર્જક અમર પાલનપુરી – કવિ પરિચય વાંચો ‘સર્જક’ વિભાગમાં

1 Response

  1. ઉમેશ જોષી says:

    સુકામનાઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: