લતા હિરાણી ~ ચપટીક તડકો


🥀🥀
*ચપટીક તડકો*
ચપટીક તડકો લઈ એમાં
મેં મારા શ્વાસ સીવી લીધા
વાદળના એક ટુકડાને તાણી
મારા થડકારા વણી લીધા
કહ્યા વગર તૂટી પડતી વીજળીમાં
મારું હૈયું કસીને બાંધી દીધું
અને હવે સંભાળીને
આ બધું તને મોકલું છું
ચંદ્રને સથવારે…..
મળી જાય એટલે
તારા
બે ચંપાયેલા હોઠોની સહી
જરુર કરજે..
~ લતા હિરાણી
‘समकालीन गुजराती कविताएँ’ – ડો. મીનાક્ષી જોશી દ્વારા પસંદ કરાયેલી અને અનુવાદ કરાયેલી ગુજરાતી કવિતાઓનું સંકલન કેન્દ્રિય સાહિત્ય અકાદમી દ્વારા 2019માં પ્રકાશિત થયું હતું તેમાં મારી એક અછાંદસ કવિતાનો ડો. મીનાક્ષી જોશી દ્વારા અનુવાદ.
*चुटकी-भर धूप*
चुटकी–भर धूप लेकर
अपनी सांसो को पिरो लिया
बादल का एक टुकड़ा खींचकर
उसमे धड़कनों को बुन दिया
अचानक टूटती बिजलियों में
दिल अपना कसकर बांध दिया
और अब संभालकर
भेज रही हूँ सब तुम्हें,
चाँद के साथ ।
मिल जाये तो
अपने दो होठों के हस्ताक्षर
जरूर कर देना ।
लता हिरानी
अनुवाद : मीनाक्षी जोशी
ખૂબ ભાવસભર, દર્દની રચના.
આભાર સરયૂબેન
ખુબ સરસ રચના નો ખુબ સરસ અનુવાદ
આભાર છબીલભાઈ
વાહ ખૂબ ખૂબ સરસ રચના છે..
હ્રદયસ્પર્શી છે.
ગમ્યું ઉમેશભાઈ.
ઉમદા અભિવ્યક્તિ.
અભિનંદન. 🌹
આભાર કિશોરભાઈ.
વાહ, અભિનંદન લતાજી, આપનું કાવ્ય અને અનુવાદ ખૂબ સરસ.
આભાર મેવાડાજી.
સુંદર રચના. અનુવાદ પણ સરસ થયો છે. અભિનંદન
welcome સોનલબેન…. આભાર
ખુબ સરસ 👌🏽👌🏽👌🏽
આભાર ઉમેશભાઈ
સબળ કવિતા અને સુંદર અનુવાદ. સર્જક અને અનુવાદકને અભિનંદન. પસંદગીકારોએ પણ આ સરસ કાર્ય પૂર્ણ કર્યુ તે માટે ધન્યવાદ.
આભારી છું હરીશભાઈ.
વાહ લતાબેન આપની અછાંદસ કાવ્ય રચના ખૂબ ગમી..! અલૌકિક કવિતા ખૂબ ગમી… પ્રેમની એક અદમ્ય ઉત્કંઠા…
ગમ્યું, સુરેશભાઇ……
લતાબહેનની જેવી અછાંદસ ભાવાભિવ્યક્તિ એનો એવો જ પડઘાતો અવાજ અનુવાદમાં ઝિલાયો છે. બંનેને અભિનંદન.