સુરેન્દ્ર કડિયા ~ કોક પાડો ફોડ

મને

કોક પાડો ફોડ  એનો, કોક  સમજાવો મને
હું  કવિતાઓ  લખું  છું  કે  કવિતાઓ મને

કોઈ પણ રીતે સુષુપ્તિ ત્યાગવા માંગુ છું હું
ઢોલ વગડાવો  અગર  તો  કોઈ પેટાવો મને

હું નથી, હું છું, હતો કે ના હતો, કોને ખબર !
શક્ય હો તો શકયતા સાથે જ સરખાવો મને

એક  ક્ષણના  છાંયડે  સૂતો  રહું છું મોજથી
કેમ  યુગોથી  સૂરજને  નામ  લલચાવો મને !

મધ-ભરી સાકર-કણીનું ઘેન શું જાણો તમે ?
એક  અટકેલી  કીડીમાં  કેમ  અટકાવો મને ?

~ સુરેન્દ્ર કડિયા

છેલ્લા બે શેરમાં વધારે મોજ પડી ગઈ…  લગભગ મોટાભાગના મનુષ્યોનું આ સુખ !
દુખ બધું વિચારવંતોને હોય.
આજનું સુખ શું જેવું તેવું છે ?  

@@

6 thoughts on “સુરેન્દ્ર કડિયા ~ કોક પાડો ફોડ”

  1. ઉમેશ જોષી

    ખૂબ ખૂબ સરસ છે બન્ને ગઝલ.
    અભિનંદન.

  2. શૈલેન રાવલ

    શ્રી સુરેન્દ્ર કડિયાની બંને ઝલ અદ્ભુત ..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *