સૌ મિત્રોને વર્ષ 2024ના અઢળક અભિનંદનો
નાનકડી જિંદગી ને ઢગલો સવાલો
ઉપરથી કરીયો છે એવો પથારો !
પેટાવી દેતો એ ક્ષણમાં મશાલો
અમથો ન સાચવતો વીજે ઝબકારો !
અંધારા વચ્ચાળે દોરી લઈ ચાંદો
ને અંદર ઉતારીએ એનો ઈશારો !
*****
મિત્રો, આપ સૌના સાથ-સહકારથી જ આ કાર્ય કરી શકું છું.
ત્રણ ત્રણ વર્ષથી આપ સાથે રહ્યાં છો. સાથે જ રહેશો એવી આશા.
~ લતા હિરાણી
👌❤️
અમારી શુભેચ્છાઓ.
‘ કાવ્ય વિશ્વ ‘ એ કાવ્ય રસીકો માટે એક સોગાદ જેવું છે. એટલે સહુ તરફથી પ્રેમ મળવાનો જ છે.
કાવ્યોની ફોરમ પ્રસરાવતું કર્મ છે. સાફલ્યને પામેલું જ છે. બસ આપ સહુને કાવ્યના ગુલાલથી રંગતા રહો.
સદભાવ સાથે..
આભાર સત્યમુનિજી
ખુબ ખુબ શુભેચ્છા અભિનંદન કાવ્ય વિશ્વ
આભાર છબીલભાઈ
લતાબેન અને કાવ્ય વિશ્વના ચાહકોને ઈશુના નવાં વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ..! કાવ્ય વિશ્વ ઊંચી ઉડાન ભણી રહ્યું છે તેનો અનેરો આનંદ છે. અને નવાં સોપાનો સર કરે તેવી શુભ કામનાઓ…!
આભારી છું સુરેશભાઈ