સર્જક : રઘુનાથ બ્રહ્મભટ્ટ ‘રસકવિ’

સર્જક : રઘુનાથ બ્રહ્મભટ્ટ ‘રસકવિ’

‘રસકવિ’ તરીકે જાણીતા ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના કવિ-નાટ્યકાર.

કવિતા અને નાટ્યલેખનમાં નાનપણથી જ સ્વાભાવિકપણે અભિરુચિ હતી.

એમણે 25 જેટલાં નાટકો અને 100 કરતાં વધારે રંગભૂમિનાં ગીતો લખ્યાં છે. નાટક ‘હંસાકુમારી’નું ‘સાહ્યબો મારો ગુલાબનો છોડ’, ‘શાલિવાહન’નું ‘રસીલાં પ્રેમીનાં હૈયાં’ જેવાં એમનાં ગીતો ઘણાં લોકપ્રિય થયાં હતાં.

બોલપટ માટેની કથાઓ અને ગીતો, આકાશવાણી માટેની નાટિકાઓ, નૃત્યનાટિકા, રંગભૂમિવિષયક લેખો તેમજ ગુજરાતી રંગભૂમિના નાટ્યકારો અને ગીત-સંગીતકારો પર તેમણે કરેલું કેટલુંક કામ ઉલ્લેખનીય છે. એમણે નડિયાદમાં નવી રંગભૂમિના કલાકારો માટે ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાનું નાટ્યરૂપાંતર કરી ગીત-સંગીત સાથે તે ભજવાવ્યું હતું. એમનાં નાટ્યજીવનનાં કડવાં-મીઠાં સ્મરણો ‘સ્મરણ-મંજરી’(1955)માં રસાળ ભાષામાં રજૂ થયાં છે.

રઘુનાથ બ્રહ્મભટ્ટ

જ. 13 ડિસેમ્બર 1892, લીંચ, જિ. મહેસાણા વતન નડિયાદ.

અ. 11 જુલાઈ 1983, નડિયાદ

માતા-પિતા : મોહિબા ત્રિભુવનદાસ

જીવનસાથી : મણિબહેન

પુત્ર : ડૉ. રાજશેખર બ્રહ્મભટ્ટ (એક નામ મળી શક્યું છે)

~ દિનકર ભોજક

સૌજન્ય : ગુજરાતી વિશ્વકોશ (ફોટો અને લેખ ટૂંકાવીને)

4 thoughts on “સર્જક : રઘુનાથ બ્રહ્મભટ્ટ ‘રસકવિ’”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *