રઘુનાથ બ્રહ્મભટ્ટ ~ મીઠી મીઠી

ગોવિંદ ધામ મીઠાં મીઠાં રે

મીઠી મીઠી તે સખી વ્રજની તે વાટલડી
મધુરાં છે યમુનાના નીર,
ગોવિંદ ધામ મીઠાં મીઠાં રે.

મીઠી મીઠી રે શ્યામ વ્રજની રે વાતલડી
મધુરાં તે તીર સમીર,
ગોવિંદ નામ મીઠાં મીઠાં રે.

અવનીને આંગણીયે સોહે સોહામણો 
મધુવનમાં વૃંદાવન કૂંજ
એ રે રસકૂંજમાં હું રમતી’તી
શોધંતી જ્યોતિનાં પૂંજ
ગોવિંદ નામ મીઠાં મીઠાં રે.

તનમાં ગોવિંદ, મારા મનમાં ગોવિંદ,
મારે નયને ગોવિંદ નિત્ય નાચે,
આશા ગોવિંદ, મારી શ્રદ્ધા ગોવિંદ,
પ્રાણે પ્રાણે ગોવિંદ નામ ગૂંજે.
ગોવિંદ નામ મીઠાં મીઠાં રે.

~ રઘુનાથ બ્રહ્મભટ્ટ

જેના ગીતો સાંભળવા પરોઢ સુધી લોકોના ‘વન્સમોર’ થતા રહેતા એવા કવિ-નાટયકાર ‘રસકવિ’નું આ મજાનું ગીત અનુરાધા પૌંડવાલના મીઠા સ્વરમાં યુટ્યુબ પર સાંભળી શકો છો. અહીં ડાઉનલોડ કરી શકાતું નથી.

1 thought on “રઘુનાથ બ્રહ્મભટ્ટ ~ મીઠી મીઠી”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *