ભગીરથ બ્રહ્મભટ્ટ ~ ગુરુ દીવડે બાંધે * Bhagirath Brahmabhatt
ગુરુગીત
ગુરુ દીવડે બાંધે
ફટાક કરતો ફેંકી દીધો, ભાર હતો જે કાંધે
એક આંખથી મારગ લીધો દૂજથી લૂંટ ચલાવી,
ધરતી ફાડી ખાણ બતાવી ખોળી કાઢી ચાવી;
અગન વગરના ચૂલે ચેલો અંગારાને રાંધે
ગુરુ દીવડે બાંધે.
તળિયે જઈ કરતાલ વગાડે
કાયા કેસર ઢોળે, મંજીરા શા તાલે જળમાં
ઝગમગ દીવો દોરે;
એ ઝણણ ઝણણ, ઝણઝણકારે
સકલ જીવને સાંધે
ગુરુ દીવડે બાંધે.
~ ભગીરથ બ્રહ્મભટ્ટ
ગુરૂમહિમાનું આ કાવ્ય. ગુરુનું કામ જ છે પ્રકાશ આપવાનું. અહીં ‘ગુરુ દીવડે બાંધે’ કહીને સરસ પ્રતિક રજૂ કર્યું છે. તો ‘અગન વગરના ચૂલે ચેલો અંગારાને રાંધે’ જેવી ઊંડી અને ગહન ચિંતનાત્મક વાત કાવ્યાત્મક રીતે રજૂ થઈ છે!
Wah…
સાધકની અભિલાષા અને ગુરુની સ્નેહાસિકત તત્પરતાની કવિતા
વાહ, ગુરુ ની મહિમા કરતું સરસ ભાવગીત.
ગુરુવંદના નુ સરસ કાવ્ય ખુબ ગમ્યુ
ગુરુ બિના જ્ઞાન કહા.. ગુરુ જ સંપુર્ણ છે જે ઈશ્વરથી એક કદમ દૂર છે
સરસ👌👌👌
ભગીરથજીના ગીતોની એક આગવી સોડમ હોય છે જે ચિતને પ્રસન્નતાથી ભરી દે છે.