અઝીઝ કાદરી ~ મજાનાં શેર

મજાનાં શેર  

રફતા રફતા ખત્મ કર દૂંગા અંધેરોં કા વુજૂદ
હર કદમ પર રોશની કી બાત કરતા જાઊંગા.***

ઐ જવાની ! કિતની ભટકી હૈ ગમોં કી ધૂપ મેં,
આઈના તો દેખ, તેરા રંગ કૈસા હો ગયા !***

મુંહ છુપા કર કિસલિયે તન્હાઈ મેં બૈઠા રહું,
મેં કોઈ કૈદી નહીં હૂં કૈદ સે ભાગા હુવા.***

સાદગી ઇતની ભી અચ્છી નહીં, નાદાં ન બનો;
પ્યાર કો પ્યાર, અદાવત કો અદાવત સમઝો.***

તુમ તો ઈક તાઝા ફસાના હો, તુમ્હારી ધૂમ હૈ,
મૈં પુરાની દાસ્તાં હૂં, કૌન સુનતા હૈ મુઝે.***

ઘર બના લે કિસી બહતે હુવે ઝરને કે કરીબ,
મૈં તો સૂખા હુવા દરિયા હૂં, મેરે પાસ ન આ.***

સૈકા પછી ચમકશે ગઝલો ‘અઝીઝ’ મારી
એળે નથી જવાની, શબ્દોની ચાકરી છે.***

~ અઝીઝ કાદરી (26.10.1933-9.10.2021)

ઉર્દૂ અને ગુજરાતી બંને ભાષામાં એકસરખા અધિકારથી કામ કરનારા આ કવિ. આખું નામ અબ્દુલઅઝીઝ અહમદમિયાં કાદરી. નઝમ, રુબાઈ, દુહા જેવા અનેક કાવ્યસ્વરૂપોમાં તેમણે સરસ કામ કર્યું. એમની ગઝલોમાં પ્રણયરંગ અને અધ્યાત્મ બંને સરસ રીતે વણાયેલા છે.

તેમના ગઝલસંગ્રહો 1. ઉપવન  2. કેડી  3. તરસ 4. સફર (ઉર્દૂ-હિન્દી) – ઉર્દૂ સાહિત્ય અકાદમી તરફથી પ્રથમ પારિતોષિક 5. નઇ કંદીલ (ઉર્દૂ)

ગૌરવ પુરસ્કાર 1993માં.

કવિના જન્મદિને સ્મરણવંદના   

1 thought on “અઝીઝ કાદરી ~ મજાનાં શેર”

  1. જનાબ અઝીઝ કાદરી સાથે એક વાર મળવાનું બન્યું છે, એમની ગઝલ રજૂ કરવાની અદાકારી હજી યાદ છે. શ્રધ્ધાંજલિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *