વજેસિંહ પારગી ~ માથા પર

એકલવાયા

માથા પર વાદળની છાયા,
અમ પર એવી જગની માયા.

શત્રુ હો તો લડી લઉં પણ,
રણમાં ઊભા માડીજાયા.

એક જણે છોડ્યા છે અમને,
ટોળામાં પણ એકલવાયા.

બે દિન માટે આવે ને જાય,
સુખ તો છે એક અતિથિ ભાયા.

તરવા બેઠો છું ભવસાગર,
લઈને હું માટીની કાયા.

~ વજેસિંહ પારગી

2 thoughts on “વજેસિંહ પારગી ~ માથા પર”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *