ધાર્મિક કોટક ‘ગોપાલ’ ~ નામ રણનું

નામ રણનું ભલે નદી રાખો

નામ રણનું ભલે નદી રાખો
નહિ છીપાવે તરસ, લખી રાખો.

જાતને આયનો બનાવીને
જાતની સામે બે ઘડી રાખો.

આંસુઓ શાયરીને આપી દ્યો,
આંખમાં ફક્ત શાયરી રાખો.

એની મરજી એ આવે ના આવે
આપણે બોર તો વીણી રાખો.

~ ધાર્મિક કોટક ‘ગોપાલ’

દમદાર નવા કવિઓમાંના એક. આંસુઓ શાયરીને આપી દ્યો, આંખોમાં ફક્ત શાયરી રાખો ! ક્યા બાત કવિ !

2 thoughts on “ધાર્મિક કોટક ‘ગોપાલ’ ~ નામ રણનું”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *