સુરેશ દલાલ ~ એક ભૂરા આકાશની

મને ડાળખીને

એક ભૂરા આકાશની આશા ફૂટી
મને ડાળખીને પંખીની ભાષા ફૂટી.

ચાંદનીના ખોળામાં સૂરજનો તડકો
ને ફૂલની હથેળીમાં તારો;
સાગરના સ્કંધ ઉપર પારેવું થઈ
ઘૂઘવે પવન : વણજારો.

જાણે માછલીને જળની પિપાસા ફૂટી
મને ડાળખીને પંખીની ભાષા ફૂટી.

ખીલતી આ કળીઓની કુંવારી કૂખમાં
પોઢ્યાં પતંગિયાનાં ફૂલ;
આંખો જુએ તેને હૈયું ને હોઠ કહે:
અમને તો બધ્ધું કબૂલ.

મારી સઘળી દિશાને તલાશા ફૂટી
મને ડાળખીને પંખીની ભાષા ફૂટી.

~ સુરેશ દલાલ

2 thoughts on “સુરેશ દલાલ ~ એક ભૂરા આકાશની”

  1. kantilal babulal sopariwala

    સુરેશભાઈ ગુજરાતી સાહિત્ય અને ગઝલ નું એક સ્વર્ણીમ
    હરોળ મા કહી શકાય એવું પાત્ર જેને ગુજરાતી ની સેવા માંજ
    પોતાનું જીવન સમર્પિત કર્યું છે ભલે આજે આપણી વચ્ચે નથી
    પણ જ્યાં હોય ત્યાં એમને અમારા વંદન પહોંચે
    કે બી સોપારીવાલા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *