મૌન બલોલી ‘ખામોશ’ ~ પ્રત્યેક જણની જેમ * Maun Baloli
હું જ મારો એકલો અવતાર છું
પ્રત્યેક જણની જેમ હું ચિક્કાર છું
છું માનવી ને માનવીની બહાર છું.
એ ભીંતના ટેકે જીવે છે બાપડું,
સરિયામમાં કહેતું ફરે છે દ્વાર છું.
જેનો ઝરૂખો શહેરમાં ચર્ચાય છે,
એનો, તળે ઢંકાયેલો આધા૨ છું.
પણ આંગળીની ખડકીઓ ખોલી જુઓ,
ગમતા લયોનો હુંય એક વિસ્તાર છું.
સૂરજ-કથાથી કાન ફૂંકાતા રહ્યા,
ને ત્યારથી તે આજ લગ અંધા૨ છું.
છું ખુશબૂની હત્યાનો પુરાવો, છતાં,
ચર્ચાઉં છું કે ડાળખી ૫૨ ભા૨ છું.
પણ કૈંક અવતરતું હશે મારા વિશે,
હું પણ નગરમાં ફરતું કારાગાર છું.
ખામોશ’ પામ્યો. અન્યથી બસ, એટલું,
કે હું જ મારો એકલો અવતાર છું.
~ મૌન બલોલી ‘ખામોશ’ 22.9.1939
કવિના જન્મદિને સ્મૃતિવંદના
ખુબ સરસ કાવ્ય જન્મદિવસ ની શુભ કામના
સ્મૃતિ વંદન