જટિલરાય વ્યાસ ‘જટિલ’ ~ તમે ગાન છેડયાં

બરાબ૨

તમે ગાન છેડ્યાં, ન સમજ્યો બરાબ૨!
ઘણી પ્રીત વરસ્યાં, ન પલળ્યો બરાબર!

તુફાનો જગાવ્યાં બની ચંદ્ર આપે,
હતો છીછરો હું ન છલક્યો બરાબર!

ઘનશ્યામ! તેં ગર્જના ખૂબ કીધી,
બની મોરલો હું ન ગળક્યો બરાબર!

મિલાવ્યા કર્યા તાર ઉસ્તાદ તેં તો,
બસૂરો રહ્યો હું ન રણક્યો બરાબર!

અજાણ્યો અને અંધ જેવો ગણીને,
તમે હાથ આપ્યો ન પકડ્યો બરાબર!

છતાં આખરે તેં મિલન-રાત આપી,
ગઈ વ્યર્થ વીતી ન મલક્યો બરાબર!

~જટિલરાય વ્યાસ ‘જટિલ’ 15.9.1915

રાજકોટના વતની. ‘કાવ્યાંગના’ અને ‘સંસ્પર્શ’ કાવ્યસંગ્રહો

કવિના જન્મદિને સ્મૃતિવંદના  

2 thoughts on “જટિલરાય વ્યાસ ‘જટિલ’ ~ તમે ગાન છેડયાં”

  1. 'સાજ' મેવાડા

    નકારાત્મક્તા સાથે એક ગઝલમાં પ્રભુને સંબોધન, અને બીજીમા. અંગત સંવેદન. ખૂબ સરસ, સરળ અભિવ્યક્તિ. વંદન કવિનને.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *