🌹દિનવિશેષ 27 ઓગસ્ટ 🌹 

🌹દિનવિશેષ 27 ઓગસ્ટ🌹

www.kavyavishva.com

*બાદબાકી જો તમારી હોય ને, તો થવાના એટલા આગળ અહી. ~ રેખા જોષી

*તું મને વઢતી રહી એ યાદ આવી જાય મા, કાં હવે ઉઠતી નથી, કૈં આટલું સૂવાય મા ? ~ દીપ્તિ વછરાજાની ‘શિવા’

*ભીનું આંગણ , ભીનું હૈયું ભીંજાયું આકાશ, હુંફાળા ઘરની સમીપે હરિ તારો છે વાસ. ~ માધવી પંડ્યા-ભટ્ટ

*એક છોકરી સાવ અચાનક આંખો ઢાળે અને છોકરો નવી નોટનાં પાનાં ફાડે ! ~ અરવિંદ ગડા

*જિંદગી ! ન્હોતી ખબર કે માત્ર તું તો છે ગણિત ! એક પગલું ખોટું ને ખોટો જ આખો દાખલો. ~ *મનસુખલાલ ઝવેરી

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

2 Responses

  1. વાહ વાહ અદભુત કોટ્સ

  2. રેખા જોષી says:

    ખૂબ ખૂબ આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: