
એક ટેકરી
આખા ડિલે ઊઠી આવ્યા જળના ઝળહળ સૉળ,
એક ટેકરી પહેલુંવહેલું નાહી માથાબોળ… !
સાવ અચાનક ચોમાસાએ કર્યો કાનમાં સાદ…
અને પછી તો ઝરમર ઝરમર કંકુનો વરસાદ !
દસે દિશાઓ કેસૂડાંની થઈ ગઈ રાતીચોળ
એક ટેકરી પહેલુંવહેલું નાહી માથાબોળ… !
ભીનો મઘમઘ મૂંઝારો ને પરપોટાતી ભીંત,
રૂંવેરૂંવે રણઝણ રણઝણ મેઘધનુનાં ગીત
શ્વાસોચ્છ્વાસે છલ્લક કુમકુમ કેસરિયાળી છૉળ,
એક ટેકરી પહેલુંવહેલું નાહી માથાબોળ… !
~ કરસનદાસ લુહાર 12.8.1942
કવિના જન્મદિને સ્મૃતિવંદના
એક લીલા પાંદ પર

‘ એક ટેકરી ‘ ગીત શબ્દચયન અને ભાવાભિવ્યક્તિ ની દૃષ્ટિએ આસ્વાદ્ય બન્યું છે.
‘એક લીલા પાંદ ‘ કાવ્ય પણ ગમ્યું.કવિને વંદન.