હર્ષદ ત્રિવેદી ~ કોઇ ખોવાયા ગીતનો * Harshad Trivedi
કોઇ ખોવાયા ગીતનો જડે અંતરો તમે એમ જડયા છો,
આપમેળે સૂર ઉમટે તમે હોઠની ઉપર એમ ચડયા છો.
એમ તો અમે નીરખ્યું હતું સાંજને સમે સૂરનું આખું ગામ,
ગામને કશી ગમ નહીં ને ગણગણે બસ ગમતું એક નામ;
સીમમાં ખેતર કયારડે રેલા જળના દડે એમ દડયા છો !
કોઇ ખોવાયા ગીતનો અંતરો જડે તમે એમ જડયા છો.
આપણું એમાં કંઇ ન ચાલે, દીપ કહે તો દીપ ને કહે તો થાવું ધૂપ,
એમને કારણ ગીત ગાવાનું, એમને કારણ તાલ દેવાનો, આપણે કારણ ચૂપ;
રોજ સવારે જોઈને ઝાકળ પૂછવું કોને, આટલું બધું શીદ રડયા છો ?
કોઇ ખોવાયા ગીત નો અંતરો જડે તમે એમ જડયા છો.
~ હર્ષદ ત્રિવેદી
આમ તો જડયા, દડયા, ચડ્યા જેવા શબ્દો કાનને મધુર કે નમણા ન લાગે પણ અહીં ગીતના અંતરા સાથે જોડાઈને એ સૂરીલા બની જાય છે. ઝાકળને પૂછવાની વાત કેવી કોમળ !
સરસ કાવ્ય ખુબ ગમ્યુ
સાદી, સરળ રચના. અભિનંદન.