મીનુ દેસાઈ ~ યાચું આટલું

યાચું આટલું

હે તાત! યાચું આટલું,

જે ખુમારી ૫૨ સજાવી આ ગુલાબી જિન્દગી
એ ખુમારીથી સદા જાગ્રત રહી –
કોઈના ચૂમું નહિ હું પાય, યાચું આટલું.

આ જિન્દગીની મહેફિલે
ફૂલો બદલ હાથે ચડે છે, કંટકો—
એ કંટકો સત્કારવા તૈયાર છું
પણ બુજદિલોનાં દિલને બહેલાવવા લાચાર છું!

છો બને દુનિયા ખફા,
છો દોસ્ત પણ ફેંકી દીએ છેલ્લી વફા
ખૂનને ખાબોચિયે ભીંજાઉં તોયે હે પ્રભુ!
ઉન્નત કરેલા શિરને તું રાખજે ઉન્નત સદા.

~ મીનુ દેસાઈ (1.7.1919-25.5.1975)

કવિના જન્મદિને સ્મૃતિવંદના

4 thoughts on “મીનુ દેસાઈ ~ યાચું આટલું”

  1. સુરેશ 'ચંદ્ર'રાવલ

    વાહ સુંદર કવિતા શોધી લાવ્યાં છો.. જિંદગીની ચડતી પડતી છો આવે પણ મસ્તક તો સદા ઉંચુ રહે એવી ખુમારી સભર કવિતા ખૂબ ગમી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *