
વાંસળીના વીંધ મહીં મૂંઝાતું ગાન , એને રાધાનું નામ કોણ આપે
અમે વ્રજમાં જન્મ્યા તે કયા પાપે .. વાંસળીના ..
મધુવનમાં કોળેલા મોરપિચ્છ રેલે છે લીલેરી વેદનાનો ટહુકો
ભડ ભડ ભડ બળતો આ ગોવર્ધન પહાડ અને જમુનાનો આરો સાવ સુકકો
અમે રોતાં રહ્યાં ને જીવણ જાતાં રહ્યાં વ્હાલો રાધાના નેણને ઉથાપે
અમે વ્રજમાં જન્મ્યા તે કયા પાપે .. વાંસળીના ..
અમે આયખું આ આખુંયે ઓરી દીધું ને તોયે ઉઘરાણું ઢાંકણીમાં પામ્યા
રાત આખી ઓગળ્યાં ‘તા યમુનાના વ્હેણમાં ને તોયે ના શ્વેત રંગ પામ્યા
ફૂલ આ કદંબ કેરા લાજી રહ્યાં છે એના હોઠોના પગલાંની છાપે
ખુલ્લા છે દ્વાર નીચી હૈયાની ગોરસી રડતી અકબંધતાના શાપે
અમે વ્રજમાં જન્મ્યા તે કયા પાપે……. વાંસળીના ..
કવિ તુષાર શુકલને જન્મદિવસે વંદન
કાવ્ય ~ તુષાર શુક્લ * સ્વર ~ કલ્યાણી કૌઠાળકર * સ્વરકાર ~ ક્ષેમુ દિવેટીઆ
વાહ, ખૂબ જ સરસ ગીત.