યોગેશ જોષી ~ કવચ તોડી.. Yogesh Joshi

કવચ તોડી….~ યોગેશ જોશી

કવચ તોડી
ઈંડામાંથી
બચ્ચું
નીકળ્યું
બહાર…

આખુંયે
આકાશ
જુઓ
આ આવ્યું
માળામાં…  !!!

~ યોગેશ જોશી

ચોટદાર લઘુકાવ્યો એ કવિ યોગેશ જોશીની વિશિષ્ટ કલા છે. બચ્ચાંની આંખમાં છવાયેલું આકાશ જુઓ, કેવું ખીલ્યું છે !

યોગેશભાઈના આ કાવ્યસંગ્રહનું ‘કાવ્યવિશ્વ’માં સ્વાગત છે.

‘આખુંય આકાશ માળામાં’ યોગેશ જોશી * ગુર્જર 2018

2 Responses

  1. રેખાબેન ભટ્ટ says:

    યોગેશ જોશીનાં લઘુ કાવ્યો ખૂબ ગમી જાય તેવાં. ચાર પાંચ લીટીઓમાં જ કેટલું બધું સંવેદન!
    કાવ્ય વિશ્વ આવાં સુંદર કાવ્યો કવિતાઓ ગીતો ગઝલો લઈને આવે છે. લતાબેનને અભિનંદન 🌹🌹🌹

  2. સરસ મજાનું લઘુકાવ્ય કાવ્યવિશ્ર્વ ને અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: