રવીન્દ્રનાથ ટાગોર વિશે ઓશો

મહાન ભારતીય કવિ રવીન્દ્રનાથ અંગે કહેવાય છે કે જ્યારે પણ તેમણે સર્જન કરવાનો મૂડ હોય ત્યારે તેઓ દરવાજો બંધ કરીને દિવસો સુધી કમરામાં ભરાઈ રહેતા – ત્રણ કે ચાર દિવસો સુધી. ખાવાનું નહીં, નહાવાનું નહીં. તેઓ બહાર પણ નીકળતા નહીં. જ્યારે તેમની ઊર્જા સર્જનાત્મકતામાં બદલાઈ જાય અને તેમનો બોજ ઊતરી જાય પછી જ તેઓ પોતાનો દરવાજો ખોલી બહાર આવતા અને જે લોકોએ તેમણે ચાર દિવસના ઉપવાસ બાદ, સર્જનાત્મકતામાં ખોવાઈ ગયા બાદ, તેમના કમરામાંથી બહાર આવતા જોયા છે તેમણે જોયું છે કે તેમનો ચહેરો એવો ને એવો રહેતો નહીં. તેઓ જાણે કોઈક બીજી જ દુનિયામાં પહોંચી ગયા હોય તેવા લાગતાં. તેઓ અત્યંત સુકોમળ, ગુલાબના ફૂલ જેવા, અતિશય સુંદર, અતિશય સ્ત્રૈણ, અતિશય લાવણ્યસાભર, અતિશય બુદ્ધુ જેવા દેખાતા પરંતુ થોડા કલાકો જ તેમની આસપાસ એ સુગંધ છવાયેલી રહેતી, પછી તે અદૃશ્ય થઈ જતી અને મહિનાઓ સુધી ફરી એ મૂડ આવતો નહીં. – આચાર્ય રજનીશ

સાભાર : પરબ સપ્ટેમ્બર 2020   

OP 21.6.2021

***

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

22-06-2021

આ અદ્ભુત વાત પહેલી વાર જાણવા મળી.

Dilip Gajjar

21-06-2021

ખૂબ જ અનોખું જાણવા મળ્યું

છબીલભાઈ ત્રિવેદી

21-06-2021

રવિન્દ્રનાથ ટાગોર વિશે ઓશો અે ખુબજ સરસ માહિતી આપી બન્ને મારથી વંદન કરવા યોગ્ય, આજનુ ભરત ભટ્ટ સાહેબ નુ કાવ્ય પણ અતિ ઉતમ આપે કાવ્ય વિશે આપેલ મંતવ્ય પણ અદભુત ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *