ઝવેરચંદ મેઘાણી : વિજ્ઞાન, કવિતાને હાનિકારક ?

વિજ્ઞાન કવિતાને હાનિકારક છે કે લાભકારક ? સામાન્ય દૃષ્ટિ એવી જ થઈ પડી છે કે વિજ્ઞાન કવિતાઓનું ને કલ્પનાસૃષ્ટિનું વિરોધી છે અને ઘાતક છે. એક સ્નેહીજને આ ભ્રમણાને તદ્દન સાદી રીતે ઉડાવી નાખી : જમાના સુધી પાણીને આપણે એક જ તત્વ માન્યું, બે વાયુ ! જળનું સર્જન કરનારા એ બેઉ તદ્દન જુદેરાં જ તત્વો !

કવિતાને માટે નવો પ્રદેશ ઊઘડ્યો કહેવાય કે નહીં ? ચંદ્ર-સૂર્ય અને ગ્રહો-નક્ષત્રોનાં નવાં જે સત્યો વિજ્ઞાને ખુલ્લાં કર્યા તે બધાં સત્યો શું કવિતાના પ્રાણરૂપ વિસ્મયની લાગણીને, ગતિ રૂપ અને પ્રચંડતાની કલ્પના સામે અકલ્પિત સીમાડાઓ નથી પાથરી દેતા ? છતાં શા માટે કવિતા હજુય જૂનવાણી સંકીર્ણતાને ત્યજી નથી શકતી ? હજુય કેમ આપણે સ્ત્રીના મોંને ચંદ્ર જોડે સરખાવી રહ્યા છીએ ?

-ઝવેરચંદ મેઘાણી  

OP 19.2.2021   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: