દિલિપ ઘાસવાલા ~ લાજ રાખી છે

રુદન મારું રહ્યું છાનું કજાએ લાજ રાખી છે
દીવાની અંત વેળાએ હવાએ લાજ રાખી છે.

કફન ઓઢીને એ સૂતો હતો, ને મોત ઠેલાયું
દવાની ગઇ અસર ત્યારે દુવાએ લાજ રાખી છે.

સમી સાંજે દુઃખી હૈયે ભર્યો મેળો વ્યથાઓનો
મનોવ્યાપારની એ વેદનાએ લાજ રાખી છે.

સમય જોતો રહ્યો સૌ ખેલ જગના મૂક થઈને પણ
નમાઝો સૌ કબૂલીને ખુદાએ લાજ રાખી છે.

હંમેશાં સાથ આપે શબ્દ, એવું ક્યાં જરૂરી છે!
ઘણી વેળા નજરના એક્ ઇશારે લાજ રાખી છે.

ભલે ને અવગણો આજે તમે સૂકા કૂવાને પણ
હતો દુષ્કાળ ત્યારે, એ કૂવાએ લાજ રાખી છે.

~ દિલીપ વી ઘાસવાલા

કવિને જન્મદિવસે વંદન.

2 thoughts on “દિલિપ ઘાસવાલા ~ લાજ રાખી છે”

  1. 'સાજ' મેવાડા

    જન્મ દિવસની શુભેચ્છાઓ. સરસ ગઝલ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *