
હીંચકે ઝૂલતી ક્ષણનો વૈભવ જુઓ,
થાય ભીત૨ એ રણઝણનો વૈભવ જુઓ.
સે’જ અંધારું ને સે’જ અજવાળું છે,
સે’જ ધીમેથી કણકણનો વૈભવ જુઓ.
એકદમ દૂરનું લક્ષ્ય તાકે છે એ,
હાથમાં છે તે ગોફણનો વૈભવ જુઓ.
મૌનથી આપ-લે ચાલતી હોય છે,
ધી૨ ગંભી૨ સગપણનો વૈભવ જુઓ.
છે તિરાડો ખચિત આખુંયે આયખું,
તે છતાં ઘ૨ના દર્પણનો વૈભવ જુઓ.
~ ધ્વનિલ પારેખ
આજની ક્ષણનો મહિમા અને સૌંદર્ય પૂરી કલાત્મકતાથી સરસ રીતે વ્યક્ત થયાં છે…… ઉપદેશાત્મકતા વગર, ભારેખમ થયાં વગર. એ જ કવિતાનો વૈભવ છે.

The words that creat scenarios have power to bring those scenarios in our mind. The moments are ornamented and even glamerised: only Real poets can do such job Thanks Lataben Dhanyvad Parekhbhai
હિંચકે ઝૂલતી ક્ષણનો વૈભવ જુઓ…ખૂબ સાદા શબ્દો અને રોજિંદી ઘટનાઓમાંથી જ વૈભવ શોધવાની વાત 🙏🙏અભિનંદન ધ્વનિલભાઈ 🌹🌹🌹
વાહ ભાઈ ખૂબ સુંદર
થાય ભીતર એ રણઝણનો વૈભવ…… વાહ સુંદર ગઝલ અને આસ્વાદ
દિલીપ જોશી 28/03/2023 at 9:11 am
ક્ષણ.અને એ પણ હીંચકે ઝૂલતી! ભીતરની રણઝણ,સે’જ અને સહેજનો શ્લેશ સાથે કણકણ,ગોફણ,સગપણ અને દર્પણ જેવા કાફિયા ખપમાં લઈને સાવ સરળ બાનીમાં રજૂ કરેલ “વૈભવ જુઓ” કહીને ભાવકોને અલગ પ્રદેશમાં લઈ જતી આ ગઝલ આજની એકધારી રચનાઓ કરતા કંઇક નોંધપાત્ર અને ધ્યાનાકર્ષક લાગી છે.
ખુબ જ઼ સુંદર
ખૂબ સરસ ગઝલ
શરૂઆતથી જ ધ્યાન ખેંચતી પંકિત-હીંચકે ઝૂલતી ક્ષણનો વૈભવ. કેટલું સરસ કથન!ગઝલને વૈભવ આપનાર કાવ્ય તત્વ પ્રત્યક્ષ થતું જાય છે.