
થાય છે તે હદ ઉપરવટ થાય છે
એટલે તો ધર્મસંકટ થાય છે !
મન બને મક્કમ અને નિર્ધાર લે
ચાલવાની તો જ ચીવટ થાય છે !
આપણું છે એમ સમજાતું નથી
મારું તારું છે-ની ઝંઝટ થાય છે !
દ્વાર ખખડે છે કે નહીં જોયાં કરું
ને ભીતરમાં કંઈક આહટ થાય છે !
સુખ અને દુ:ખ સામસામે મૂકીએ
ત્રાજવું ત્યારે કટોકટ થાય છે!
~ પારુલ વાળા

વાહ મત્લાનો શેર વધુ ગમ્યો..
સરસ ગઝલ..
પારૂલબેનને અભિનંદન.
અદભૂત શેરો….. અભિનંદન
કંઇક આહટ થાય છે.. વાહ સરસ ગઝલ
સારી ગઝલ…
ભીતર માઁ આહટ થાય પછી જ કવિતા લખાતી હોય છે 💖
ખૂબ સરસ ગઝલ
ખૂબ સરસ ગઝલ