મનહર મોદી ~ ખૂબ પીડે છે * Manhar Modi

ખૂબ પીડે છે દર્દ ઉપરથી,
કોતરે છે પછી અંદરથી.

બારણું ઊઘડે છે અંદરથી,
કોણ ઊતરી રહ્યું છે ઉપરથી?

હું ગયો છું અહીંથી ઉપરથી,
ને પણેથી ગયો છું અંદરથી.

જાય છે કોણ કોણ અંદરથી?
આંખ ઊઘડે તો જોઈ ઉપરથી.

હું થયો ખૂબ લાંબો ઉપરથી,
ને પછી પહોળો થયો અંદરથી.

~ મનહર મોદી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: