રતિલાલ ‘અનિલ’ ~ કંટકની સાથ

કંટકની સાથ પ્યાર હતોકોણ માનશે?
એમાંય કાંઈ સાર હતોકોણ માનશે?

કે એક વાર બાગમાં આવી હતી બહાર,
દેનાર યાદ ખાર હતોકોણ માનશે?

આવી હતી બહાર કદી ઘરને આંગણે,
ને હું ઘરબહાર હતોકોણ માનશે?

જન્નતની વાત મેંય પ્રથમ સાંભળી હતી,
હું પણ તહીં જનાર હતોકોણ માનશે?

હારી ગયેલ જિંદગીથી, બોધ દઈ ગયા,
સાર ખુદ અસાર હતોકોણ માનશે?

ખખડી રહ્યાં સુકાયેલાં પાનો પવન થકી,
હસવાનો એક પ્રકાર હતોકોણ માનશે?

હસવું પડ્યું જે કોઈને સારું લગાડવા,
શોકનો પ્રકાર હતોકોણ માનશે?

જેથી હું અંધકારને ભાળી શક્યો નહીં,
જ્યોતિનો અંધકાર હતોકોણ માનશે?

મહેફિલમાં જેણે મારી ઉપેક્ષા કરીઅનિલ,
હૈયામાં એનો પ્યાર હતોકોણ માનશે?

~ રતિલાલઅનિલ

2 thoughts on “રતિલાલ ‘અનિલ’ ~ કંટકની સાથ”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    કોઈને સારું લગાડવા હસવું પડે એ શોકનો પ્રકાર!વાહ કવિ!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *