લતા હિરાણી ~ મધ્યકાલીન કવિતાઓનો પાઠ

મધ્યકાલીન પદ્ય સાહિત્ય પર ઓમ કમ્યુનિકેશન દ્વારા તા.4 જાન્યુઆરીએ એક કાર્યક્રમ યોજાઇ ગયો. ‘સાહિત્ય પંચામૃત’ નામે સતત પાંચ દિવસ ચાલતો આ કાર્યક્રમ ઓમ કમ્યુનિકેશનના પ્રણેતા શ્રી મનીષભાઈ પાઠક યોજી રહ્યા છે અને આ એનું ચોથું વર્ષ છે.

આ કાર્યક્રમમાં ‘મધ્યયુગપ્રતિનિધીસર્જક અખો’ વિશે ડો. બળવંત જાનીએ અત્યંત રસપ્રદ પ્રવચન આપ્યું તથા આ યુગની પ્રતિનિધી કવિતાઓનો પાઠ લતા હિરાણીએ કર્યો.

તા.4-8માં હવે સુધારકયુગ, પંડિતયુગ, ગાંધીયુગ, અનુગાંધીયુગ, આધુનિકયુગ અને અનુઆધુનિકયુગ વિશે વ્યાખ્યાનો થશે.

આ નિમિત્તે મધ્યયુગની કવિતાઓમાંથી પસાર થવાનો લ્હાવો મળ્યો. આનંદ આનંદ…  

યુટ્યુબ લિન્ક મળતાં જ અહીં શેર થશે. આભાર – લતા

Sahitya Panchamrut 2023 | સાહિત્ય પંચામૃત | મધ્ય યુગ | Madhya Yug | Lata Hirani | લતા હિરાણી


10 thoughts on “લતા હિરાણી ~ મધ્યકાલીન કવિતાઓનો પાઠ”

  1. ઉમેશ જોષી

    શ્રી બળવંતભાઈ જાની અને બહેન લતાબેન હિરાણીને અભિનંદન પાઠવું છું.

  2. લતાબેન અને પંચામૃતના આયોજક મનીષભાઈને અભિનંદન.
    યુટ્યુબ ઉપર મૂકાશે એનો આનંદ છે. મૂકાય એટલે ખબર આપશો.

  3. આપણી સાહિત્યની ધરા બહું આયામી છે, ઓમ કમ્યુનિકેશના પ્રણેતા શ્રી મનીષભાઈ પાઠક ખૂબ નોંધનિય કામ કરી રહ્યા છે. બીજા શહેરોમાં આવા પોગ્રામ થાય તો અમારા જેવાને પણ લાભ મળે. આદરણીય લતાજી આપને અભિનંદન.

  4. હરીશ દાસાણી.મુંબઈ

    મનીષ પાઠકની સાહિત્ય નિષ્ઠા પ્રશંસનીય છે. યુટયુબ પર કાર્યક્રમ અવશ્ય જોઇશું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *