ભગવતીકુમાર શર્મા ~ ઉદાસી * Bhagavatikumar Sharma

ઉદાસી આ સૂરજની આંખે ચડી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચડી છે.

મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતીક્ષા ઝરૂખે ચડી છે.

તમે નામ મારું લખ્યું’તું કદી જ્યાં,
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે.

જરા ગણગણી લઉં તમારી સભામાં,
ભૂલાયેલ પંકતિઓ હોઠે ચડી છે.

– ભગવતીકુમાર શર્મા

31.5.21

કાવ્ય : ભગવતીકુમાર શર્મા સ્વર : સત્યેન જગીવાલા સંગીત : શૌનક પંડ્યા

***

દીપક વાલેરા

13-06-2021

અમર રચના

વિવેક ટેલર

02-06-2021

Old is Gold…

ગાયકનું નામ લખવામાં Typo થયો છે. સાચું નામ સત્યેન જગીવાલા છે.

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

31-05-2021

ભગવતીકુમાર શર્માજીની આ ખૂબ જાણીતી ગઝલને સાંભળવાની ખૂબ મજા પડી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: