લતા હિરાણી ~ હું તને ઝરણ મોકલું

મૌન
હું તને ઝરણ મોકલું
ને તું જવાબમાં મૌન બીડે
હું તને દરિયો મોકલું
ને તું જવાબમાં મૌન બીડે
હું તને પંખી મોકલું
ને તું જવાબમાં મૌન બીડે
હું તને આખું આભ મોકલું
ને તું જવાબમાં મૌન બીડે
જા, હવે બહુ થયું
હું મૌન વહેતું કરું છું
તું મારાં આભ, દરિયો ને પાંખ
પાછાં મોકલ …..

લતા હિરાણી

વાંચતાની સાથે ભીતરમાં સળવળાટ કરી જાય એવું નાનું પણ બળુકુ અછાંદસ, વિશ્વકવિતાની સમકક્ષ ઊભું રહી શકે એવું ! ~ વિવેક ટેલર

કાવ્યસંગ્રહો : 1. ઝળઝળિયાં  2. ઝરમર

OP 6.5.22

સિલાસ પટેલિયા

06-05-2022

લતાબહેન,” હું તને ઝરણ મોકલું” નાનકડું પણ રૂપકડું કાવ્ય માણ્યું. આભ.. ઝરણ.. દરિયો.. અને પખી.. એમ ચાર સુંદર ચિત્રો ! એક સંવેદનરસ્યો લેન્ડ સ્કેપ અહીં
રચાયો છે. અભિનંદન લતાબહેન !

વારિજ લુહાર

06-05-2022

કાવ્ય વિશ્વમાં આપનું સુંદર કાવ્ય માણવા મળ્યું

છબીલભાઈ ત્રિવેદી

06-05-2022

વાહ લતાબેન ખુબ સરસ રચના અછાંદશ કાવ્ય પ્રકાર પણ ખુબજ માણવા લાયક હોય છે આભાર

4 thoughts on “લતા હિરાણી ~ હું તને ઝરણ મોકલું”

  1. Kirtichandra Shah

    Very To Very Much Good રચના ખૂબ ધન્યવાદ I Heartily agree with previous comments

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *