જ્યોતિષ જાની ~ ત્રાટક તો મેં કર્યું

લઘુકાવ્ય

ત્રાટક તો મેં કર્યું

ગુલાબના ફૂલ સામે,

આંખમાં આટલા બધા

કાંટા ક્યાંથી ઊગી નીકળ્યા ?

~ જ્યોતિષ જાની (9.11.

કવિ, વાર્તાકાર, ‘સંજ્ઞા’ ત્રૈમાસિકના તંત્રી. પ્રયોગશીલ કવિ. સુરેશ જોષીની એમણે લીધેલી મુલાકાત યાદગાર મુલાકાત છે.

કાવ્યસંગ્રહ ‘ફીણની દીવાલો’ (1966) – સુરેશ દલાલ

જન્મદિને કવિને સ્મૃતિવંદના

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *